Thursday, October 1, 2015

દિવાળી તો આવે ને જાય.  ભાઈ જીવન જીવી જાણો બાકી. સાલા દુનિયામાં બધાને પોતાનીજ પડી છે. ન્યૂજ઼વાળા ની સ્ટોરી ની, ફિલ્મવાળા ને બૉક્સઑફિસની, અને આ બંને વચ્ચે સામાન્ય જીવન જીવતો માણસ.
સવારે ઉઠુ ત્યારે ટીવી પર મારા પત્ની ન્યૂ ફિલ્મ ના પ્રોમો જોતા હોય છે. અને જેવા 11 વાગે કે તરત ટીવી સીરિયલ ની ચેનલ ચાલુ. પછી મજાલ છે કોઈની કે રિમોટ ઍના હાથ માંથી કોય લઈ લેય, મારા ટૅણીયા પણ ચુપચાપ વાન વાળા આવે કે સ્કૂલ ભેગા.
પછી મારો વારો, પત્નીજી ને બાય કહીને ઘરની બહાર.
આખા દિવસની મહેનત હોય છે મારા પત્ની ની જેમા સિરિયલ્સ,ન્યૂજ઼,અને ખબર નઈ શુ શુ.
સાંજે ઘરે આવીયે કે ચાલુ. શુ?????
પત્નીજી : આજે હોમશોપમા દિવાળી નો સેલ થવાનો છે ઍનો પ્રોમો બતાવ્યો છે. ઍટલે આ વખતે મને પાંચેક હજાર વધારે આપજો.
હું (મારો જવાબ) : હા બકા ચોક્કસ. પણ શુ લેવાનુ છે ? ઍતો કે ?
પત્નીજી : અરે ઍક હજાર મા 4 સાડી છે અને ઈ પણ બ્રાન્ડેડ કંપનીની.
હું (મારો જવાબ) : ઑકે સારુ આપીસ.
બહુ કોમન વાત છે. કે આવી સામાન્ય બાબત મા કંઈ  નવુ નથી  યસ આઇ નો પણ ઍક વાત કોમન નથી ઈ છે ઍક હજાર મા 4 સાડી
સાલા ઢાલગરવાડ મા પણ આવી સ્કીમ નથી હોતી અને ઑનલાઇન વાળા સાલા લૂટ્વા જ બેઠા છે.
ઍક વાર ઍક ટી-શર્ટનુ ઑર્ડર આપિને જોયુતુ મે. અને જેવો ટિવીમા ફોટો બતાવ્યો હતો ઍના જેવી જ પ્રોડક્ટ હતી ખાલી બે કાણા હતા. અને રિપ્લેસમેન્ટ માં  ગઈ ઈ ગઈ. પછી પાછી જ નથી આવી.
ભાઈ ગમે તે કો બાકી આવા ઑનલાઇન વાળા ની સ્કીમ મા ક્યારેય ના પડાય. ઍના કરતા આપણી સોસાયટી મા જે ફેરિયા વાળા કાકા આવે  છે ઍમની પાસેથી ચડ્ડિ,બનિયાન,જર્સી, લેવાય બાકી આવા ચોરો પાસેથી તો નઈ જ.
તો આ દિવાળી ની ખરીદી દુકાનેથી અથવા અમદાવાદના લાલદરવાજાથી.
આતો મે નક્કી કર્યુ છે, બાકી જેને જેમ કરવુ હોય ઍમ. ભાઈ  અહીંયા તો હું ભલોને ને મારૂ કામ ભલુ...!!
હાર્દિક શુક્લ
તા.1/10/2015